Jio Google Gemini Offer: રિલાયન્સ Jioના યુઝર્સ માટે એક શાનદાર ઓફર આવી ગઈ છે! Jio અને ગૂગલ વચ્ચેની પાર્ટનરશિપ હેઠળ હવે તમામ ઉંમરના Jio યુઝર્સને 18 મહિના સુધી ગૂગલ AI પ્રો સબસ્ક્રિપ્શન બિલકુલ મફત મળશે. આ ઓફરની કિંમત બજારમાં આશરે 35,100 છે, પરંતુ Jioના અનલિમિટેડ 5G પ્લાનવાળા યુઝર્સ તેને ફ્રીમાં એન્જોય કરી શકશે.

