જો તમે પંજાબ નેશનલ બેન્ક (PNB)ના કસ્ટમર છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. વાસ્તવમાં, PNB એવા સેવિંગ એકાઉન્ટ્સને બંધ કરવા જઈ રહ્યું છે જે ઘણા વર્ષોથી ઇન એક્ટિવ છે. તાજેતરમાં જ બેન્કે જાહેરાત કરી હતી કે તે છેલ્લા 3 વર્ષથી કોઈ પ્રવૃત્તિ અને કોઈ બેલેન્સ વગરના એકાઉન્ટ બંધ કરશે. 1 જુલાઈથી આવા બેન્ક એકાઉન્ટ કસ્ટમર્સને કોઈપણ સૂચના આપ્યા વિના બંધ કરી દેવામાં આવશે.