New FD Rules: FD કરનારા ઇન્વેસ્ટર્સ માટે સારા સમાચાર છે. આજથી એટલે કે 1 જાન્યુઆરીથી, FD કર્યાના 3 મહિનાની અંદર સમય પહેલા ઉપાડ પર કોઈ દંડ નહીં લાગે. વાસ્તવમાં, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFC) અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) માટે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ઇન્વેસ્ટર્સના હિતોની સુરક્ષા માટે ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં નોમિની બનાવવાથી લઈને FDના સમય પહેલા ઉપાડવા સુધીના નિયમોનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે RBIના નવા નિયમોથી તમને કેવી રીતે ફાયદો થશે.