7th Pay Commission: કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ જુલાઈના ડીએ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટૂંક સમયમાં તેની જાહેરાત થાય તેવી શક્યતા છે. જો કે, હજુ સુધી ડીએ વધારોની જાહેરાતની તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નિર્ણયની જાહેરાત સપ્ટેમ્બર 2023 મહિનામાં થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, દેશમાં છૂટક મોંઘવારી દર જુલાઈમાં 15 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે, આ સ્થિતિમાં સરકાર મોંઘવારી ભથ્થાને 3% વધારીને 45% કરી શકે છે. ડીએમાં આ વધારો 1 જુલાઈ 2023થી લાગુ ગણવામાં આવશે.

