7th Pay Commission DA Hike: સરકારી કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. મધ્યપ્રદેશ સરકારે ચૂંટણી વર્ષમાં કર્મચારીઓને ખુશ કરવા માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. શિવરાજ સિંહ ચૌહાણની સરકારે હાલમાં જ તમામ કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો છે. હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ રાજ્ય સરકારના કર્મચારીઓને પણ કેટલાક રાજ્યોમાં 42 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. આ ભથ્થું એમપીમાં કર્મચારીઓને આ મહિનાના પગારમાં ઉમેરીને આપવામાં આવશે. ખાસ વાત એ છે કે કર્મચારીઓને 6 મહિનાનું એરિયર્સ પણ આપવામાં આવશે. હવે કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરશે.



