Diwali shopping on credit card: આ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન ભારતીય ઉપભોક્તાઓએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદીમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. ડિજિટલ કન્ઝ્યુમર ક્રેડિટ માર્કેટપ્લેસ પૈસાબજારના તાજા સર્વે મુજબ, 42%થી વધુ ક્રેડિટ કાર્ડ યૂઝર્સે આ દિવાળીએ 50,000થી વધુની ખરીદી કરી. આ ઉપરાંત, 22% લોકોએ 50,000થી 1 લાખની ખરીદી કરી, જ્યારે 20% યૂઝર્સે 1 લાખથી વધુની ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો. આ આંકડા દર્શાવે છે કે ભારતીય ઉપભોક્તાઓ હવે મોટી અને મોંઘી વસ્તુઓ ખરીદવા માટે ક્રેડિટ કાર્ડનો વધુ સમજદારીપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે.

