Get App

EPFO: શું EPF પર વ્યાજ દર 8% કરતા હોઈ શકે ઓછો ? EPFO બોર્ડની આજની બેઠકમાં લેવાશે નિર્ણય

EPFO: આજે EPF પર વ્યાજ દરો નક્કી થઈ શકે છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) પરના વ્યાજ દરમાં આજે રિવિઝન થઈ શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ વખતે વ્યાજ દર 8 ટકાથી પણ ઓછો હોઈ શકે છે. આજે સોમવારે રિટાયરમેન્ટ ફંડ બોડી આજે EPF પર મળતા વ્યાજ અંગે ચર્ચા કરશે.

MoneyControl Newsઅપડેટેડ Mar 27, 2023 પર 4:41 PM
EPFO: શું EPF પર વ્યાજ દર 8% કરતા હોઈ શકે ઓછો ? EPFO બોર્ડની આજની બેઠકમાં લેવાશે નિર્ણયEPFO: શું EPF પર વ્યાજ દર 8% કરતા હોઈ શકે ઓછો ? EPFO બોર્ડની આજની બેઠકમાં લેવાશે નિર્ણય

EPFO: આજે EPF પર વ્યાજ દરો નક્કી થઈ શકે છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) પરના વ્યાજ દરમાં આજે રિવિઝન થઈ શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ વખતે વ્યાજ દર 8 ટકાથી પણ ઓછો હોઈ શકે છે. આજે સોમવારે રિટાયરમેન્ટ ફંડ બોડી આજે EPF પર મળતા વ્યાજ અંગે ચર્ચા કરશે અને તેના પર નિર્ણય લઈ શકે છે. આ ઉપરાંત ઉચ્ચ પેન્શનના મુદ્દે બોર્ડના સભ્યો પણ બેઠક કરશે. તેના યોગ્ય અમલીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

EPF પર વ્યાજ 8% કરતા હોઈ શકે છે ઓછું

તાજેતરના ETના અહેવાલ મુજબ, સરકાર નાણાકીય વર્ષ 2022-23 માટે PF થાપણો પરના વ્યાજ દરને 8.1 ટકાના વર્તમાન દરની તુલનામાં લગભગ 8 ટકા સુધી ઘટાડી શકે છે. EPFOની ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટીએ 2022-23ની કમાણીના આધારે આ ભલામણ કરી છે.

અત્યારે વ્યાજ દર 40 વર્ષમાં સૌથી નીચો

બધા સમાચાર

+ વધુુ વાંચો