Family Pension Rules: કર્મચારીના મૃત્યુ પછી પેન્શન અને ગ્રેચ્યુઈટી કોને મળશે? કાનૂની વારસદાર કે નોમિની? જાણો હાઈકોર્ટનો લેટેસ્ટ ચુકાદો | Moneycontrol Gujarati
Get App

Family Pension Rules: કર્મચારીના મૃત્યુ પછી પેન્શન અને ગ્રેચ્યુઈટી કોને મળશે? કાનૂની વારસદાર કે નોમિની? જાણો હાઈકોર્ટનો લેટેસ્ટ ચુકાદો

Family Pension Rules: કર્મચારીના મૃત્યુ પછી ફેમિલી પેન્શન અને ગ્રેચ્યુઈટી કોને મળશે? કાનૂની વારસદાર કે નોમિની? અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો અને લેટેસ્ટ નિયમો વિશે સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

અપડેટેડ 01:09:10 PM Oct 27, 2026 પર
Story continues below Advertisement
જ્યારે કોઈ કર્મચારીનું અવસાન થાય છે, ત્યારે ઘણીવાર તેની પત્ની/પતિ, બાળકો અને માતા-પિતા અલગ-અલગ દાવાઓ કરતા હોય છે. આવા વિવાદોને ઉકેલવા અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ફેમિલી પેન્શનના મામલામાં સામાન્ય 'ઉત્તરાધિકાર કાનૂન' લાગુ પડતો નથી. તેના બદલે જે-તે વિભાગના ‘સર્વિસ રૂલ્સ' લાગુ પડે છે.

Family Pension Rules: ઘણા લોકોને એવું લાગે છે કે જ્યારે કોઈ નોકરિયાત વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેના કાનૂની વારસદારોને આપોઆપ ફેમિલી પેન્શન, ગ્રેચ્યુઈટી અને પ્રોવિડન્ટ ફંડના પૈસા મળી જાય છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. દરેક રિટાયરમેન્ટ બેનિફિટ મેળવવાના નિયમો અલગ-અલગ હોય છે. આ કિસ્સામાં અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં જ એક ખૂબ જ મહત્વનો ચુકાદો આપ્યો છે, જે લેટેસ્ટ નિયમોને સ્પષ્ટ કરે છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે કર્મચારીના મૃત્યુ પછી આર્થિક લાભો પર સાચો હક કોનો બને છે.

અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો નિર્દેશ

જ્યારે કોઈ કર્મચારીનું અવસાન થાય છે, ત્યારે ઘણીવાર તેની પત્ની/પતિ, બાળકો અને માતા-પિતા અલગ-અલગ દાવાઓ કરતા હોય છે. આવા વિવાદોને ઉકેલવા અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ફેમિલી પેન્શનના મામલામાં સામાન્ય 'ઉત્તરાધિકાર કાનૂન' લાગુ પડતો નથી. તેના બદલે જે-તે વિભાગના ‘સર્વિસ રૂલ્સ' લાગુ પડે છે.

સરકારી કર્મચારીઓ માટે ફેમિલી પેન્શનના લેટેસ્ટ નિયમો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ રૂલ્સ 2021 લાગુ પડે છે. આ નિયમ મુજબ પેન્શન પર પહેલો હક કર્મચારીના જીવિત પતિ અથવા પત્નીનો જ હોય છે. તે પછી જ યોગ્ય બાળકો અને પરિવારના અન્ય સભ્યોનો વારો આવે છે.


એક ખાસ અપવાદ: જો કોઈ મહિલા કર્મચારીના છૂટાછેડાની પ્રક્રિયા કોર્ટમાં ચાલતી હોય અને તેણે પેન્શન માટે પોતાના બાળકોને હકદાર બનાવવાની અરજી કરી હોય, તો આવા સંજોગોમાં પતિ કરતાં પહેલાં બાળકોને પેન્શનનો હક મળે છે.

EPS ફેમિલી પેન્શનના નિયમો- ખાનગી કર્મચારીઓ માટે

આમાં કર્મચારીના પતિ/પત્ની અને 25 વર્ષ સુધીની ઉંમરના બે આશ્રિત બાળકો મુખ્ય લાભાર્થી ગણાય છે. જો પતિ કે પત્ની હયાત ન હોય, તો જ આશ્રિત માતા-પિતાને ફેમિલી પેન્શન મળે છે. આ પ્રક્રિયામાં નોમિનેશનની વિગતો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

ફેમિલી પેન્શન અને વારસા વચ્ચે મોટો તફાવત

એલારા લો ઓફિસના પાર્ટનર સુપ્રિયા મજમુદારે જણાવ્યું છે કે, પેન્શન એ કર્મચારીની કોઈ ખાનગી પ્રોપર્ટી નથી કે જેને વારસાના કાયદા મુજબ વહેંચી શકાય. પેન્શન માત્ર એ જ સભ્યોને મળે છે જેઓ સર્વિસ રૂલ્સ હેઠળ તેના હકદાર હોય. કાનૂની વારસદાર હોવું અને કોઈ સ્કીમ હેઠળ પેન્શનના હકદાર હોવું, આ બંને તદ્દન અલગ બાબતો છે.

જો પેન્શનનો દાવો ફગાવી દેવાય તો શું કરવું?

જો કોઈ કારણસર એમ્પ્લોયર અથવા વિભાગ પરિવારના સભ્યોનો પેન્શનનો દાવો રિજેક્ટ કરી દે, તો નીચે મુજબના પગલાં લઈ શકાય. સૌથી પહેલાં વિભાગ પાસેથી રિજેક્શન ઓર્ડરની કોપી માંગો. એમ્પ્લોયરે કયા સર્વિસ રૂલ્સ હેઠળ દાવો નકાર્યો છે તે કાયદાકીય રીતે સમજો. તમારા સંબંધના પુરાવા, નોમિનેશન ડિટેલ્સ અને સર્વિસ રેકોર્ડ જેવા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ સાથે ફરીથી યોગ્ય રજૂઆત કરો. જો તમને લાગે કે તમારો દાવો મનસ્વી રીતે ફગાવી દેવાયો છે, તો તમે વિભાગના ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી શકો છો. જો ક્યાંયથી ન્યાય ન મળે, તો ભારતીય બંધારણના આર્ટિકલ 226 હેઠળ તમે હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવી શકો છો.

કર્મચારીના મૃત્યુ પછી પેન્શન અને અન્ય લાભો મેળવવા માટે નોમિનેશન હંમેશા અપડેટ રાખવું જોઈએ. કાનૂની વારસદાર હોવાથી બધુ જ મળી જશે તેવો ભ્રમ રાખવાને બદલે કંપનીના સર્વિસ રૂલ્સની સાચી માહિતી રાખવી અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો- અલ નીનોનો ખતરો: ભારતમાં કઠોળની આયાતમાં 67%નો જંગી ઉછાળો, જાણો રશિયા-યુક્રેન યુદ્ધની બજાર પર શું થશે અસર?

MoneyControl News

MoneyControl News

First Published: Oct 27, 2026 1:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.