સફેદ ચંદન એ ખેડૂતો માટે સંપત્તિનું સાધન બની રહ્યું છે. તેની વિશેષ સુગંધ અને તેના ઑષધીય ગુણો (Medicinal Propertoes)ને કારણે વિશ્વભરમાં તેની ભારી ડિમાન્ડ છે. ભારતમાં તેની ઓક કેલોગ્રામ લાકડું દસ હજાર રૂપિયામાં વેચાઇ રહ્યું છે. ત્યારે વિદેશમાં સફેદની ચંદનના એક કિલો લાકડાનો ભાવ 20 થી 25 હજાર રૂપિયા છે. વિશેષ બાબત એ છે કે ચંદનના ખેતીમાં ખર્ચ ખૂબ ઓછો આવે છે અને નફો ખૂબ વધારે છે. જેનું વાવેતર કરનારા ખેડુતો કહે છે કે એક એકર જમીનમાં સફેદ ચંદનના લાકડાની ખેતીનો ખર્ચ લગભગ 80 હજાર રૂપિયા છે અને તે 60 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.

