FD Maturity Rules 2026: FD પાકી ગઈ છતાં પૈસા ઉપાડવાનું ભૂલી ગયા? જાણો બૅન્ક તમારી જમા રકમ સાથે શું કરશે
FD Maturity Rules 2026: ફિક્સ્ડ ડિપોઝિટ પાકી ગયા પછી પૈસા ઉપાડવાનું ભૂલી ગયા છો? જાણો RBIના લેટેસ્ટ 2026ના નિયમો, ઓટો-રિન્યુઅલ અને 10 વર્ષ સુધી પૈસા ન ઉપાડવા પર તમારી રકમનું શું થશે તેની સંપૂર્ણ માહિતી.
જ્યારે FDની મુદત પૂરી થઈ જાય અને સમયસર પૈસા ન ઉપાડવામાં આવે, ત્યારે બેંક તમારી જમા રકમ પર કાયદાકીય રીતે શું કાર્યવાહી કરે છે તે જાણવું ખૂબ જરૂરી છે. ગભરાવાની જરૂર નથી, તમારા પૈસા એકદમ સુરક્ષિત રહે છે.
FD Maturity Rules 2026: ફિક્સ્ડ ડિપોઝિટ ભારતીયો માટે રોકાણનો સૌથી સુરક્ષિત અને લોકપ્રિય વિકલ્પ છે. પરંતુ, ઘણીવાર એવું બને છે કે લોકો FD કરાવીને ભૂલી જાય છે. જ્યારે FDની મુદત પૂરી થઈ જાય અને સમયસર પૈસા ન ઉપાડવામાં આવે, ત્યારે બેંક તમારી જમા રકમ પર કાયદાકીય રીતે શું કાર્યવાહી કરે છે તે જાણવું ખૂબ જરૂરી છે. ગભરાવાની જરૂર નથી, તમારા પૈસા એકદમ સુરક્ષિત રહે છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લેટેસ્ટ નિયમો આ વિશે શું કહે છે.
1. FD પૂરી થયા પછી પૈસા ન ઉપાડવા પર શું થાય છે?
જ્યારે તમારી FD પાકી જાય છે, ત્યારે તમે ખાતું ખોલાવતી વખતે જે વિકલ્પ પસંદ કર્યો હશે તે મુજબ કાર્યવાહી થાય છે
ઓટો-રિન્યુઅલ (Auto-Renewal): જો તમે ફોર્મમાં ઓટો-રિન્યુઅલ પર ટિક કર્યું હશે, તો બેંક તમારી મૂળ રકમ અને તેના પર મળેલા વ્યાજને ભેગું કરીને, એટલા જ સમયગાળા માટે નવી FD બનાવી દેશે.
ઓટો-ક્રેડિટ (Auto-Credit): જો તમે ઓટો-ક્રેડિટનો ઓપ્શન સિલેક્ટ કર્યો હશે, તો FD પાકતાની સાથે જ પૂરા પૈસા આપોઆપ તમારા સેવિંગ્સ એકાઉન્ટ (બચત ખાતા) માં જમા થઈ જશે.
કોઈ જ સૂચના ન આપી હોય તો: જો તમે કોઈ પણ વિકલ્પ પસંદ નથી કર્યો અને પૈસા ઉપાડવા પણ નથી જતા, તો RBI ના નિયમ મુજબ બેંક તમને સેવિંગ્સ એકાઉન્ટનું વ્યાજ અથવા તમારી જૂની FD નું વ્યાજ આ બંનેમાંથી જે વ્યાજદર ઓછો હશે, તે મુજબ જ વ્યાજ આપશે. આનાથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે.
2. જો 10 વર્ષ સુધી પૈસા કોઈ લેવા ન આવે તો શું થશે?
જો કોઈ FD પાકી ગયા પછી પૂરા 10 વર્ષ સુધી ખાતાધારક તે પૈસાનો દાવો ન કરે, તો બેંક તેને ‘અનક્લેમ્ડ ડિપોઝિટ’ જાહેર કરી દે છે.
DEA ફંડમાં ટ્રાન્સફર: RBI ના નિયમ મુજબ, બેંક આ રકમને રિઝર્વ બેંકના 'ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ' (DEA) ફંડમાં ટ્રાન્સફર કરી દે છે.
શું પૈસા ડૂબી ગયા?: બિલકુલ નહીં. તમારા પૈસા 100% સુરક્ષિત છે. જ્યારે પણ ખાતાધારક અથવા તેનો કાનૂની વારસદાર યોગ્ય ડોક્યુમેન્ટ્સ લઈને બેંકમાં દાવો કરશે, ત્યારે બેંક વ્યાજ સાથે પૂરા પૈસા પરત કરશે. ખાતાધારકનું મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં નોમિની અથવા વારસદારે ડેથ સર્ટિફિકેટ અને આઈડી પ્રૂફ આપવું પડશે.
3. જૂની FDને રિન્યુ કરતા પહેલા આ 3 બાબતોનું ધ્યાન રાખો
FD પાકી ગયા પછી તેને આંખ બંધ કરીને રિન્યુ કરવાને બદલે નીચેની બાબતો ચકાસી લો:
નવા વ્યાજ દરોની સરખામણી કરો: ચેક કરો કે બેંક હાલમાં કેટલું વ્યાજ આપી રહી છે. જો જૂની FD કરતા નવો વ્યાજ દર વધુ હોય, તો જ રિન્યુ કરવામાં ફાયદો છે.
ભવિષ્યની જરૂરિયાત નક્કી કરો: જો તમને નજીકના ભવિષ્યમાં પૈસાની જરૂર પડવાની હોય, તો પૈસા લાંબા સમય માટે લોક ન કરો. તમે અલગ-અલગ સમયગાળાની નાની-નાની 2 કે 3 FD બનાવી શકો છો.
પેનલ્ટી ચેક કરો: ઈમરજન્સીમાં સમય પહેલાં FD તોડવી પડે, તો બેંક કેટલો ચાર્જ કે પેનલ્ટી કાપશે તે અગાઉથી જાણી લેવું હિતાવહ છે.
તમારી મહેનતની કમાણી યોગ્ય જગ્યાએ રહે અને તેના પર પૂરતું વ્યાજ મળે તે માટે તમારી FD ની મેચ્યોરિટી ડેટ હંમેશા યાદ રાખો અને જરૂર પડે બેંકનો સંપર્ક કરો.