સરકારે 1 એપ્રિલથી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) લાગુ કરી છે, જેના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને ગેરંટીવાળી પેન્શનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ યોજના ઉપરાંત ન્યૂ પેન્શન સ્કીમ (NPS)માંથી પણ કોઈ એક પસંદ કરવાની સુવિધા છે. જોકે, UPSની જાહેરાત થઈ ગઈ હોવા છતાં, તેના અમલ માટેની ચોક્કસ રણનીતિ હજી નક્કી થઈ નથી. આ મુદ્દે નાણાં મંત્રાલય હવે વૈશ્વિક પેન્શન ફંડની વ્યવસ્થાઓનું અધ્યયન કરી રહ્યું છે.