Gold Rate Today: આજે ગુરુવારે દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જોકે, 24 કેરેટ સોનાની કિંમત હજુ પણ રૂપિયા 60,000ની ઉપર ટ્રેડ થઈ રહી છે. 3 ઓગસ્ટે દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 60,260 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 55,250 રૂપિયા છે. ચાંદીનો ભાવ આજે રૂપિયા 75,000 રહ્યો હતો. અહીં જાણો દેશના મોટા શહેરોમાં સોનાના ભાવ શું હતા.

