HDFC Bank: ભારતની સૌથી મોટી ખાનગી બેન્ક HDFC બેન્કે સિનિયર સિટિઝનની શ્રેણીમાં આવતા તેના કસ્ટમર્સ માટે ખાસ ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવાની સમય મર્યાદા વધારી દીધી છે. HDFC બેન્કે કોવિડ મહામારી દરમિયાન મે-2020માં આ ખાસ સિનિયર સિટિઝન કેર FD લૉન્ચ કરી હતી. બેન્કની વેબસાઈટ અનુસાર, સિનિયર સિટીઝન કેર એફડી સ્કીમમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 7 જુલાઈ, 2023 સુધી લંબાવવામાં આવી છે. આવો જાણીએ આ બેન્કની આ ખાસ યોજના સાથે સંબંધિત દરેક પ્રકારની માહિતી વિશે.

