Highest FD Interest Rates for Senior Citizens: ભારતમાં કાર્યરત તમામ સ્મોલ ફાઇનાન્સ બેન્કોનો વ્યવસાય સતત વધી રહ્યો છે. કોમર્શિયલ બેન્કોની સરખામણીમાં સ્મોલ ફાઇનાન્સ બેન્કો તેમના કસ્ટમર્સને FD પર વધુ વ્યાજ આપી રહી છે. આ જ કારણ છે કે હવે લોકો બેન્કોમાં તેમજ આ નાની ફાયનાન્સ બેન્કોમાં એક્ટિવલી FD એકાઉન્ટ ખોલાવી રહ્યા છે. અહીં આપણે તે નાની ફાઇનાન્સ બેન્કો વિશે વાત કરીશું જે વરિષ્ઠ નાગરિકોને ફિક્સ્ડ ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ ઓફર કરે છે. તમને જણાવી દઈએ કે સામાન્ય કસ્ટમર્સની સરખામણીમાં વરિષ્ઠ નાગરિકોને FD પર 0.5 ટકા વધુ વ્યાજ આપવામાં આવે છે. પરંતુ એક નાની ફાઇનાન્સ બેન્ક એવી પણ છે જે સામાન્ય કસ્ટમર્સ કરતાં વરિષ્ઠ નાગરિકોને 0.6 ટકા વધુ વ્યાજ આપી રહી છે.