એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે જો કોઈ પુત્રવધૂ અથવા કોઈ સંબંધી અથવા એવી કોઈ વ્યક્તિ કે જેને કોઈ વૃદ્ધ વ્યક્તિએ પોતાની મિલકત ભેટમાં આપી હોય અથવા તેને સેટલમેન્ટ તરીકે નોંધણી કરાવી હોય અને પછીથી તેની સંભાળ ન રાખે, તો વરિષ્ઠ નાગરિક ગમે ત્યારે તે ડોક્યુમેન્ટ્સ કેન્સલ કરી શકે છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો ડોક્યુમેન્ટ્સમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોય તો પણ ડોક્યુમેન્ટ્સ કેન્સલ કરી શકાય છે.