કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના સભ્યોને વ્યાપક બેન્કિંગ જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે. આ અંતર્ગત, ઇમરજન્સીની સ્થિતિમાં EPFO સભ્યોને તેમના PF એકાઉન્ટમાંથી સીધા પૈસા ઉપાડવાની પરમિશન આપવાના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ માટે, તેમને કોઈપણ પ્રકારનું કાગળકામ કરવાની જરૂર રહેશે નહીં. પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરવામાં આવશે.