Get App

Income Tax Return: 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ કરવાનું ચૂકી ગયા છો? ટેન્શન ના લો, જાણો હવે તમારી પાસે કયા છે ઓપ્શન

Income Tax Return: જો તમે 31 જુલાઈ સુધી ITR ફાઈલ કરવાનું ચૂકી ગયા છો, તો ગભરાવાની જરૂર નથી. જાણો 31 ડિસેમ્બર સુધી બિલેટેડ રિટર્ન ફાઈલ કરવાના નિયમો અને પેનલ્ટી વિશે સંપૂર્ણ માહિતી.

MoneyControl Newsઅપડેટેડ Aug 02, 2026 પર 12:47 PM
Income Tax Return: 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ કરવાનું ચૂકી ગયા છો? ટેન્શન ના લો, જાણો હવે તમારી પાસે કયા છે ઓપ્શનIncome Tax Return: 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ કરવાનું ચૂકી ગયા છો? ટેન્શન ના લો, જાણો હવે તમારી પાસે કયા છે ઓપ્શન
જો તમે 31 જુલાઈ સુધીમાં તમારું રિટર્ન સબમિટ નથી કરી શક્યા, તો તમે આ વર્ષે 31 ડિસેમ્બર સુધી તમારું રિટર્ન ફાઈલ કરી શકો છો.

Income Tax Return: ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે અને તેની સાથે જ રૂપિયા-પૈસાને લગતા ઘણા નિયમો પણ બદલાઈ ગયા છે. નોકરિયાત વર્ગ માટે ITR-1 અને ITR-2 ફોર્મ દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. જો તમે કોઈ કારણસર આ ડેડલાઈન ચૂકી ગયા છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આવકવેરા વિભાગ તમને હજુ પણ એક તક આપે છે, પરંતુ હવે તેના માટે તમારે થોડો દંડ ચૂકવવો પડશે. ચાલો જાણીએ હવે તમારી પાસે કયા વિકલ્પો બચ્યા છે.

31 ડિસેમ્બર સુધી ફાઈલ કરી શકાશે ‘બિલેટેડ રિટર્ન'

જો તમે 31 જુલાઈ સુધીમાં તમારું રિટર્ન સબમિટ નથી કરી શક્યા, તો તમે આ વર્ષે 31 ડિસેમ્બર સુધી તમારું રિટર્ન ફાઈલ કરી શકો છો. સમયમર્યાદા વીતી ગયા પછી ફાઈલ થતા રિટર્નને ‘બિલેટેડ રિટર્ન' કહેવામાં આવે છે. જોકે, આ વિકલ્પ પસંદ કરવાથી તમારે પેનલ્ટી ભરવી પડશે અને બાકી નીકળતા ટેક્સ પર વ્યાજ પણ આપવું પડશે. આ ઉપરાંત, આવા ટેક્સપેયર્સનું રિફંડ આવવામાં પણ સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે.

બિલેટેડ રિટર્ન પર કેટલી લાગશે પેનલ્ટી?

પેનલ્ટીની રકમ તમારી વાર્ષિક આવક પર આધાર રાખે છે:

* જો તમારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ છે, તો તમારે 5000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.

* જો તમારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયા કે તેથી ઓછી છે, તો તમારે માત્ર 1000 રૂપિયાની પેનલ્ટી ભરવાની રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો