Indian Overseas Bank Home Loan Rates: ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) એ તેના કરોડો ગ્રાહકોને રાહત આપી છે. IOB એ તેની હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન સંબંધિત દરોમાં ઘટાડો કર્યો છે. હવે ગ્રાહકોની હોમ લોન EMI ઘટાડવામાં આવશે. ગ્રાહકોને રાહત આપતા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્કે તમામ લોન સમયગાળા પર માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) માં 10 બેસિસ પોઈન્ટ એટલે કે 0.10% ઘટાડો કર્યો છે. આ નવા દર 15 જુલાઈ 2025 થી અમલમાં આવ્યા છે.