ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર IRDAIએ વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત આપી છે. હવે તેમને વાર્ષિક હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પ્રીમિયમ પર મેક્સિમમ 10 ટકા વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે. આનો અર્થ એ થયો કે ઇન્સ્યોરન્સ કંપનીઓ વરિષ્ઠ નાગરિકોના વાર્ષિક હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પ્રીમિયમમાં 10 ટકાથી વધુ વધારો કરી શકશે નહીં. એક અહેવાલ મુજબ, IRDAI એ કહ્યું છે કે વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ કરતા પર્સનલ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ શરૂ કરતા પહેલા ઇન્સ્યોરન્સ કંપનીઓએ મંજૂરી લેવી પડશે.