Multiple Credit Cards: આજના સમયમાં ક્રેડિટ કાર્ડ નાણાકીય વ્યવહારોનો અભિન્ન હિસ્સો બની ગયું છે. ઓનલાઈન શોપિંગથી લઈને ટ્રાવેલ બુકિંગ સુધી, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે એકથી વધુ ક્રેડિટ કાર્ડ રાખવું તમારા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? ઘણા લોકો રિવોર્ડ પોઈન્ટ્સ, કેશબેક અને ઓફર્સના લોભમાં અનેક ક્રેડિટ કાર્ડ લે છે, પરંતુ આની પાછળ છુપાયેલા જોખમો વિશે ઓછા લોકો જાણે છે. આજે અમે તમને જણાવીશું કે અનેક ક્રેડિટ કાર્ડ રાખવાના ફાયદા અને ગેરફાયદા શું છે, અને તમે આ નાણાકીય ટ્રેપમાં ફસાઈ ન જાઓ તે માટે શું ધ્યાન રાખવું જોઈએ.