PF withdrawal rules: પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓની સેલરીમાંથી દર મહિને PFના પૈસા કપાતા હોય છે. આજકાલ પ્રાઇવેટ નોકરીનો કોઈ ભરોસો નથી હોતો, ક્યારે કંપનીમાં છટણી થઈ જાય કે કંપનીને તાળા વાગી જાય તે કહી શકાય નહીં. આવા મુશ્કેલ સમયમાં દર મહિને કપાતા પીએફના પૈસા જ તમારો સાચો સાથી અને સૌથી મોટું સુરક્ષા કવચ બને છે. ઘણા લોકોને એવું જ લાગે છે કે પીએફના પૈસા તો માત્ર ઘડપણમાં રિટાયરમેન્ટ પછી જ કામ આવશે. પરંતુ લેટેસ્ટ EPFO ના કાયદા અને નિયમો મુજબ, આ માત્ર બચત નથી પણ નોકરીયાત માણસની દરેક મુશ્કેલીનો ઈલાજ છે.

