Get App

કચરામાંથી કંચન: સરકારી સબસિડીથી ગામડામાં શરૂ કરો આ 8 શાનદાર બિઝનેસ

Village business ideas: નોકરી ગઈ છે કે ગામમાં પાછા ફરવું છે? કેન્દ્રીય બજેટ 2026-27 ના સર્ક્યુલર ઈકોનોમી પ્રોજેક્ટ્સ હેઠળ ગામડામાં શરૂ કરો આ 8 બિઝનેસ અને સરકારી સબસિડી સાથે કરો લાખોની કમાણી.

MoneyControl Newsઅપડેટેડ Feb 20, 2026 પર 2:40 PM
કચરામાંથી કંચન: સરકારી સબસિડીથી ગામડામાં શરૂ કરો આ 8 શાનદાર બિઝનેસકચરામાંથી કંચન: સરકારી સબસિડીથી ગામડામાં શરૂ કરો આ 8 શાનદાર બિઝનેસ
ભારત સરકારના 2026-27ના બજેટમાં ગામડામાં રોજગારી ઉભી કરવા માટે મોટી તકો આપવામાં આવી છે.

Village business ideas: AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ના વધતા પ્રભાવને કારણે IT સહિત અનેક ક્ષેત્રોમાં નોકરીઓ ઘટી રહી છે. જો તમે પણ છટણીનો શિકાર બન્યા છો અથવા પોતાના ગામમાં પાછા ફરીને કંઈક નવું કરવા માંગો છો, તો તમારા માટે એક ખુશખબર છે. ભારત સરકારના 2026-27ના બજેટમાં ગામડામાં રોજગારી ઉભી કરવા માટે મોટી તકો આપવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ‘કચરામાંથી કંચન’ (Waste-to-Wealth) એટલે કે સર્ક્યુલર ઈકોનોમી પર વિશેષ ભાર મૂક્યો છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના પૂર્વ ચેરમેન એસ. રવિના જણાવ્યા અનુસાર, બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ ક્રાંતિકારી છે. ખાસ કરીને CGTMSE સ્કીમ હેઠળ હવે 10 કરોડ રૂપિયા સુધીની ગેરંટી વિનાની લોન (Collateral-free loan) મળી શકે છે. ચાલો જાણીએ ગામડામાં શરૂ કરી શકાય તેવા 8 શ્રેષ્ઠ બિઝનેસ આઈડિયાઝ વિશે, જેને 4 અલગ-અલગ બજેટ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.

10 લાખ રૂપિયા સુધીના રોકાણ વાળા બિઝનેસ

1. બાયોગેસ પ્લાન્ટ (Biogas Plant)

ગામડાઓમાં પશુધન અને ખેતીનો કચરો બહુ જ સરળતાથી અને મફતના ભાવે મળી રહે છે.

ખર્ચ: 6થી 10 લાખ રૂપિયા.

બિઝનેસ મોડલ: 50 થી 100 ઘરોને પાઈપલાઈન દ્વારા બાયોગેસ પૂરો પાડી શકાય છે. આ ઉપરાંત, ગેસ બનાવ્યા પછી વધેલો કચરો (સ્લરી) ઉત્તમ ખાતર તરીકે ખેડૂતોને વેચી શકાય.

બધા સમાચાર

+ વધુુ વાંચો