Pension: RBIમાંથી નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરીને સરકારે મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શનના સુધારાને મંજૂરી આપી છે. 13 જુલાઇના નોટિફિકેશન અનુસાર, આરબીઆઇએ કહ્યું છે કે સંશોધિત નાણાં 1 નવેમ્બર, 2017 પહેલા નિવૃત્ત થયેલા લોકો માટે લાગુ થશે.

