RBI Repo Rate: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નવા ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં આ પહેલી પોલીસી હતી. તેમણે રેપો રેટ ઘટાડીને દેશને મોટી રાહત આપી છે. RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કર્યો છે, જેના કારણે રેપો રેટ હવે 6.50%થી ઘટીને 6.25% થઈ ગયો છે. રેપોમાં ઘટાડાને કારણે હવે તમામ પ્રકારની લોન સસ્તી થશે. ખાસ કરીને જેમની પાસે હોમ લોન છે તેમને મોટી રાહત મળવાની છે.