11 સપ્ટેમ્બરે દેશવ્યાપી બેંક હડતાળનું એલાન, સળંગ 4 દિવસ બેંકો બંધ રહેવાની શક્યતા, જાણો મુખ્ય માંગણીઓ | Moneycontrol Gujarati
Get App

11 સપ્ટેમ્બરે દેશવ્યાપી બેંક હડતાળનું એલાન, સળંગ 4 દિવસ બેંકો બંધ રહેવાની શક્યતા, જાણો મુખ્ય માંગણીઓ

જો તમારે બેંકનું કોઈ જરૂરી કામ હોય તો જલદી પતાવી લેજો. 11 સપ્ટેમ્બરે UFBU દ્વારા દેશવ્યાપી બેંક હડતાળની જાહેરાત કરાઈ છે. 5 દિવસનું બેન્કિંગ અને પેન્શન મુદ્દે હડતાળ, જાણો વિગત.

અપડેટેડ 02:16:47 PM Aug 24, 2026 પર
Story continues below Advertisement
5 દિવસનું બેન્કિંગ: આ કર્મચારીઓની સૌથી મોટી માંગ છે. તેઓ ઈચ્છે છે કે બેંકોમાં સપ્તાહમાં માત્ર 5 દિવસ (સોમવારથી શુક્રવાર) કામકાજ થાય અને શનિ-રવિ રજા રહે. 8 માર્ચ 2024 ના રોજ થયેલા 12મા દ્વિપક્ષીય કરારમાં આ મુદ્દે સંમતિ બની હતી.

Bank Strike in India : જો તમે સપ્ટેમ્બર મહિનામાં બેંકને લગતું કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આગામી 11 સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી બેંક હડતાળ પર જવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

UFBU એ બેંક કર્મચારીઓ અને અધિકારીઓના 9 અલગ-અલગ યુનિયનોનું એક સંયુક્ત સંગઠન છે. યુનિયનનો સીધો આરોપ છે કે સરકાર અને બેંક મેનેજમેન્ટ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ પ્રત્યે કોઈ સકારાત્મક પગલાં લઈ રહ્યા નથી.

ગ્રાહકોને પડશે હાલાકી: સળંગ 4 દિવસ બેંકો રહી શકે છે બંધ

11 સપ્ટેમ્બરના રોજ શુક્રવાર આવે છે, જ્યારે બેંક કર્મચારીઓ હડતાળ પર રહેશે. ત્યારબાદ શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજા હોવાથી બેંકો બંધ રહેશે. આટલું જ નહીં, કેટલાક રાજ્યોમાં 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની જાહેર રજા પણ આવે છે. આ સંજોગોમાં દેશના ઘણા ભાગોમાં સતત ચાર દિવસ સુધી બેંકિંગ સેવાઓ ઠપ થઈ શકે છે, જેનાથી ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

શું છે બેંક કર્મચારીઓની મુખ્ય માંગણીઓ?


5 દિવસનું બેન્કિંગ: આ કર્મચારીઓની સૌથી મોટી માંગ છે. તેઓ ઈચ્છે છે કે બેંકોમાં સપ્તાહમાં માત્ર 5 દિવસ (સોમવારથી શુક્રવાર) કામકાજ થાય અને શનિ-રવિ રજા રહે. 8 માર્ચ 2024 ના રોજ થયેલા 12મા દ્વિપક્ષીય કરારમાં આ મુદ્દે સંમતિ બની હતી. જેમાં કામકાજના દિવસોમાં દરરોજ 40 મિનિટનો સમય વધારવાનો પ્રસ્તાવ હતો. પરંતુ, સરકાર પાસે આ પ્રસ્તાવ ગયાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ મંજૂરી મળી નથી.

PLI સ્કીમનો વિરોધ: બેંક યુનિયનો સરકારની 'પરફોર્મન્સ લિંક્ડ ઈન્સેન્ટિવ' યોજનાથી નારાજ છે. તેમનું કહેવું છે કે સ્કેલ-4 અને તેનાથી ઉપરના ઉચ્ચ અધિકારીઓને 365 દિવસના બેઝિક પગાર જેટલું PLI મળે છે. જ્યારે સામાન્ય કર્મચારીઓ અને સ્કેલ-3 સુધીના અધિકારીઓને માત્ર 15 દિવસનો બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું જ અપાય છે, જે મોટો ભેદભાવ છે.

જૂની પેન્શન યોજનાની માંગ: પેન્શનમાં સુધારો, તમામ પેન્શનરો માટે સમાન મોંઘવારી ભથ્થાની ફોર્મ્યુલા અને NPS (નવી પેન્શન સ્કીમ) હેઠળ આવતા કર્મચારીઓને જૂની પેન્શન યોજના પસંદ કરવાનો વિકલ્પ આપવાની પણ માંગ કરવામાં આવી છે.

માંગ નહીં સંતોષાય તો આવશે અનિશ્ચિત મુદ્દતની હડતાળ

UFBU દ્વારા સરકારને કડક ચેતવણી આપવામાં આવી છે. જો 11 સપ્ટેમ્બરની હડતાળ પછી પણ તેમની માંગણીઓ નહીં સંતોષાય, તો 28 સપ્ટેમ્બરથી સળંગ 3 દિવસની દેશવ્યાપી હડતાળ કરવામાં આવશે. જો તેમ છતાં કોઈ ઉકેલ નહીં આવે, તો 26 ઓક્ટોબરથી દેશભરના બેંક કર્મચારીઓ અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરી જશે.

આ પણ વાંચો-તમિલનાડુમાં સીએમ વિજયની મોટી ભેટ: 2 ઓક્ટોબરથી મહિલાઓ માટે બસ મુસાફરી ફ્રી, 14 જાન્યુઆરીથી મળશે મફત ગેસ સિલિન્ડર

MoneyControl News

MoneyControl News

First Published: Aug 24, 2026 2:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.