Get App

11 સપ્ટેમ્બરે દેશવ્યાપી બેંક હડતાળનું એલાન, સળંગ 4 દિવસ બેંકો બંધ રહેવાની શક્યતા, જાણો મુખ્ય માંગણીઓ

જો તમારે બેંકનું કોઈ જરૂરી કામ હોય તો જલદી પતાવી લેજો. 11 સપ્ટેમ્બરે UFBU દ્વારા દેશવ્યાપી બેંક હડતાળની જાહેરાત કરાઈ છે. 5 દિવસનું બેન્કિંગ અને પેન્શન મુદ્દે હડતાળ, જાણો વિગત.

MoneyControl Newsઅપડેટેડ Aug 24, 2026 પર 2:16 PM
11 સપ્ટેમ્બરે દેશવ્યાપી બેંક હડતાળનું એલાન, સળંગ 4 દિવસ બેંકો બંધ રહેવાની શક્યતા, જાણો મુખ્ય માંગણીઓ11 સપ્ટેમ્બરે દેશવ્યાપી બેંક હડતાળનું એલાન, સળંગ 4 દિવસ બેંકો બંધ રહેવાની શક્યતા, જાણો મુખ્ય માંગણીઓ
5 દિવસનું બેન્કિંગ: આ કર્મચારીઓની સૌથી મોટી માંગ છે. તેઓ ઈચ્છે છે કે બેંકોમાં સપ્તાહમાં માત્ર 5 દિવસ (સોમવારથી શુક્રવાર) કામકાજ થાય અને શનિ-રવિ રજા રહે. 8 માર્ચ 2024 ના રોજ થયેલા 12મા દ્વિપક્ષીય કરારમાં આ મુદ્દે સંમતિ બની હતી.

Bank Strike in India : જો તમે સપ્ટેમ્બર મહિનામાં બેંકને લગતું કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આગામી 11 સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી બેંક હડતાળ પર જવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

UFBU એ બેંક કર્મચારીઓ અને અધિકારીઓના 9 અલગ-અલગ યુનિયનોનું એક સંયુક્ત સંગઠન છે. યુનિયનનો સીધો આરોપ છે કે સરકાર અને બેંક મેનેજમેન્ટ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ પ્રત્યે કોઈ સકારાત્મક પગલાં લઈ રહ્યા નથી.

ગ્રાહકોને પડશે હાલાકી: સળંગ 4 દિવસ બેંકો રહી શકે છે બંધ

11 સપ્ટેમ્બરના રોજ શુક્રવાર આવે છે, જ્યારે બેંક કર્મચારીઓ હડતાળ પર રહેશે. ત્યારબાદ શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજા હોવાથી બેંકો બંધ રહેશે. આટલું જ નહીં, કેટલાક રાજ્યોમાં 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની જાહેર રજા પણ આવે છે. આ સંજોગોમાં દેશના ઘણા ભાગોમાં સતત ચાર દિવસ સુધી બેંકિંગ સેવાઓ ઠપ થઈ શકે છે, જેનાથી ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

શું છે બેંક કર્મચારીઓની મુખ્ય માંગણીઓ?

5 દિવસનું બેન્કિંગ: આ કર્મચારીઓની સૌથી મોટી માંગ છે. તેઓ ઈચ્છે છે કે બેંકોમાં સપ્તાહમાં માત્ર 5 દિવસ (સોમવારથી શુક્રવાર) કામકાજ થાય અને શનિ-રવિ રજા રહે. 8 માર્ચ 2024 ના રોજ થયેલા 12મા દ્વિપક્ષીય કરારમાં આ મુદ્દે સંમતિ બની હતી. જેમાં કામકાજના દિવસોમાં દરરોજ 40 મિનિટનો સમય વધારવાનો પ્રસ્તાવ હતો. પરંતુ, સરકાર પાસે આ પ્રસ્તાવ ગયાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ મંજૂરી મળી નથી.

PLI સ્કીમનો વિરોધ: બેંક યુનિયનો સરકારની 'પરફોર્મન્સ લિંક્ડ ઈન્સેન્ટિવ' યોજનાથી નારાજ છે. તેમનું કહેવું છે કે સ્કેલ-4 અને તેનાથી ઉપરના ઉચ્ચ અધિકારીઓને 365 દિવસના બેઝિક પગાર જેટલું PLI મળે છે. જ્યારે સામાન્ય કર્મચારીઓ અને સ્કેલ-3 સુધીના અધિકારીઓને માત્ર 15 દિવસનો બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું જ અપાય છે, જે મોટો ભેદભાવ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો