Tax collection : આજે 17 માર્ચે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન13.1 ટકા વધીને લગભગ રુપિયા 21.27 લાખ કરોડ થઈ ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) ના ડેટા અનુસાર, 1 એપ્રિલ, 2024 થી 16 માર્ચ, 2025 વચ્ચે નેટ કોર્પોરેટ ટેક્સ વસૂલાત રુપિયા 9.69 લાખ કરોડ રહી, જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં રુપિયા 9.05 લાખ કરોડ હતી. નોન-કોર્પોરેટ ટેક્સમાંથી મળેલી નેટ રકમ રુપિયા 11.01 લાખ કરોડ હતી. આમાં મુખ્યત્વે વ્યક્તિગત આવકવેરોનો સમાવેશ થાય છે.

