Get App

NPS New Rules: નેશનલ પેન્શન સિસ્ટમમાં PFRDAનો મોટો ફેરફાર, રિસ્કથી લઈને સ્કીમ મર્જર સુધીના આ 5 નવા નિયમો જાણવા જરૂરી

PFRDA એ નેશનલ પેન્શન સિસ્ટમમાં મોટા ફેરફારો કર્યા છે. સ્કીમ મર્જર, નામ બદલવા અને રિસ્કોમીટર સહિતના 5 નવા નિયમો લાગુ. જાણો તમારા રોકાણ પર શું અસર થશે.

MoneyControl Newsઅપડેટેડ Aug 31, 2026 પર 4:27 PM
NPS New Rules: નેશનલ પેન્શન સિસ્ટમમાં PFRDAનો મોટો ફેરફાર, રિસ્કથી લઈને સ્કીમ મર્જર સુધીના આ 5 નવા નિયમો જાણવા જરૂરીNPS New Rules: નેશનલ પેન્શન સિસ્ટમમાં PFRDAનો મોટો ફેરફાર, રિસ્કથી લઈને સ્કીમ મર્જર સુધીના આ 5 નવા નિયમો જાણવા જરૂરી
રોકાણકારો ગેરમાર્ગે ન દોરાય તે માટે PFRDA એ નામ માટે એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ નક્કી કર્યું છે. હવે દરેક સ્કીમનું નામ "ફંડ હાઉસનું નામ + NPS + કેટેગરી કોડ + સ્કીમનું નામ" આ રીતે જ રાખવું પડશે.

NPS New Rules: નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરતા કરોડો નોકરિયાત અને અન્ય લોકો માટે ખૂબ જ અગત્યના સમાચાર છે. પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDA એ NPS ની સ્કીમ્સના નામ, વર્ગીકરણ અને પ્રેઝન્ટેશનને લઈને એક નવો અને પારદર્શક ફ્રેમવર્ક જાહેર કર્યો છે.

આ નવા ફેરફારનો મુખ્ય હેતુ તમામ પેન્શન ફંડ્સની સ્કીમ્સમાં સમાનતા લાવવાનો છે. જેથી રોકાણકારો માટે રિસ્ક અને રિટર્નની સરખામણી કરવી એકદમ સરળ બની જાય. ચાલો જાણીએ PFRDA ના આ નવા આદેશ પછી NPS માં કયા 5 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે અને તમારા રોકાણ પર તેની શું અસર પડશે.

1. NPS ની તમામ સ્કીમ્સ 5 ભાગમાં વહેંચાઈ

PFRDA ના નવા નિયમ મુજબ, હવે NPS ની તમામ જૂની અને નવી સ્કીમ્સને મુખ્ય 5 કેટેગરીમાં વહેંચવામાં આવશે. આમાં ઉંમર વધવાની સાથે ઈક્વિટી અને બોન્ડ્સનું પ્રમાણ પોતાની મેળે જ બદલાય છે (જેમ કે LC-Aggressive, LC-50). આમાં રોકાણકારો પોતાની મરજીથી શેરબજાર અને સરકારી બોન્ડ્સમાં પૈસા રોકી શકે છે. આ ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના લોકો માટે છે. આમાં NPS વાત્સલ્ય, NPS સ્વાસ્થ્ય અને NPS MSME જેવી ખાસ સ્કીમ્સ સામેલ રહેશે. આમાં શેરબજારમાં રોકાણની માત્રાના આધારે સ્કીમ્સ નક્કી થશે.

2. MSF સ્કીમ્સ માટે નવું 'રિસ્ક અને ઈક્વિટી' મોડલ

સૌથી મોટો ફેરફાર મલ્ટિપલ સ્કીમ ફ્રેમવર્કમાં થયો છે. શેરબજારમાં કેટલા ટકા પૈસા રોકવામાં આવ્યા છે, તેના આધારે તેને 5 સબ-કેટેગરીમાં વહેંચવામાં આવી છે.

કેટેગરી A: 80% થી 100% ઈક્વિટી (ખૂબ વધારે રિસ્ક)

બધા સમાચાર

+ વધુુ વાંચો