Get App

ઓક્ટોબરમાં દશેરા પર 19 કે 20 તારીખે બેંક બંધ રહેશે? જાણો RBIની રજાઓનું લેટેસ્ટ લિસ્ટ અને દૂર કરો કન્ફ્યુઝન

Bank holidays in October: ઓક્ટોબર મહિનામાં દશેરા અને દુર્ગા પૂજા સહિતના તહેવારોને કારણે કયા દિવસે બેંકો બંધ રહેશે? RBI ના લેટેસ્ટ કેલેન્ડર મુજબ તમારા શહેરની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ અહીં જુઓ.

MoneyControl Newsઅપડેટેડ Oct 15, 2026 પર 12:42 PM
ઓક્ટોબરમાં દશેરા પર 19 કે 20 તારીખે બેંક બંધ રહેશે? જાણો RBIની રજાઓનું લેટેસ્ટ લિસ્ટ અને દૂર કરો કન્ફ્યુઝનઓક્ટોબરમાં દશેરા પર 19 કે 20 તારીખે બેંક બંધ રહેશે? જાણો RBIની રજાઓનું લેટેસ્ટ લિસ્ટ અને દૂર કરો કન્ફ્યુઝન
RBIની ગાઈડલાઈન્સ મુજબ અલગ-અલગ રાજ્યોના તહેવારો પ્રમાણે રજાઓ નક્કી કરવામાં આવી છે.

Bank holidays in October: જો તમે આ મહિને બેંકના કોઈ જરૂરી કામ માટે જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારે થોડું એલર્ટ રહેવાની જરૂર છે. ઓક્ટોબર મહિનો તહેવારોથી ભરેલો છે. આ મહિનામાં દશેરા, દુર્ગા પૂજા અને અન્ય સ્થાનિક તહેવારોને કારણે બેંકોમાં ઘણી રજાઓ આવવાની છે. આ ઉપરાંત શનિવાર અને રવિવારની રજાઓ તો ખરી જ.

લોકોમાં સૌથી મોટું કન્ફ્યુઝન એ છે કે દશેરાની રજા 19 ઓક્ટોબરે છે કે 20 ઓક્ટોબરે? રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના લેટેસ્ટ કેલેન્ડર મુજબ, દેશના અલગ-અલગ રાજ્યોમાં દશેરાની રજા અલગ-અલગ દિવસે રાખવામાં આવી છે. મોટાભાગના રાજ્યોમાં 20 ઓક્ટોબરે બેંકો બંધ રહેશે, પરંતુ અમુક જગ્યાઓએ 19 ઓક્ટોબરે પણ રજા જાહેર કરવામાં આવી છે. તેથી ઘરેથી બેંક જવા નીકળતા પહેલા તમારા શહેરની રજાઓનું આ લેટેસ્ટ લિસ્ટ ચોક્કસ ચેક કરી લો.

ઓક્ટોબર મહિનામાં કઈ તારીખે ક્યાં બેંક બંધ રહેશે?

RBIની ગાઈડલાઈન્સ મુજબ અલગ-અલગ રાજ્યોના તહેવારો પ્રમાણે રજાઓ નક્કી કરવામાં આવી છે. નીચે મુજબની તારીખો પર બેંકોમાં કામકાજ બંધ રહેશે:

ઓક્ટોબર મહિનામાં બેંક રજાઓની સંપૂર્ણ માહિતી-

તારીખ તહેવાર / રજાનું કારણ બેંક બંધ રહેવાના શહેરો / વિસ્તારો
17 ઓક્ટોબર મહા સપ્તમી અગરતલા
19 ઓક્ટોબર દશેરા, મહાષ્ટમી, મહાનવમી, દુર્ગા પૂજા, આયુધ પૂજા અગરતલા, ભુવનેશ્વર, ચેન્નઈ, ગુવાહાટી, આઈજોલ, ઈંફાલ, ઈટાનગર, કોહિમા, કલકત્તા, પટના, રાંચી, શિલોન્ગ
20 ઓક્ટોબર વિજયાદશમી (દશેરા) ગંગટોક અને ઈંફાલ સિવાય આખું દેશ
21 ઓક્ટોબર દુર્ગા પૂજા, વિજયાદશમી અગરતલા, બેંગલુરુ, ગંગટોક, ગુવાહાટી, કલકત્તા, કોચ્ચિ, તિરવનંતપુરમ
22 ઓક્ટોબર દુર્ગા પૂજા ગંગટોક
23 ઓક્ટોબર દુર્ગા પૂજા ગંગટોક
24 ઓક્ટોબર ચોથો શનિવાર સમગ્ર દેશ
25 ઓક્ટોબર રવિવાર સમગ્ર દેશ
26 ઓક્ટોબર મહર્ષિ વાલ્મીકિ જયંતી, લક્ષ્મી પૂજા, વિલય દિવસ ચંડીગઢ, જમ્મૂ, શિમલા, શ્રીનગર, અગરતલા
29 ઓક્ટોબર કડવા ચોથ શિમલા
31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ દેશના અનેક વિસ્તારો

બધા સમાચાર

+ વધુુ વાંચો