31 માર્ચ આવી રહી છે અને આ સાથે નાણાકીય વર્ષ 2024-25 પૂર્ણ થશે. નવું નાણાકીય વર્ષ 2025-26 પહેલી એપ્રિલથી શરૂ થશે. આ પછી, ટેક્સપેયર્સે જૂની અથવા નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરવાની રહેશે. જોકે, બંને રિઝીમ પોતાના ફાયદાઓ સાથે સમાન રીતે સારા છે. પરંતુ તમારા માટે કયો નિયમ શ્રેષ્ઠ રહેશે તે તમારી આવક, કપાત અને નાણાકીય ટાર્ગેટ્સ પર પણ આધાર રાખે છે.