Income Tax Return: જો તમે હજુ સુધી તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ નથી કર્યું, તો હવે સમય બહુ ઓછો બચ્યો છે. નાણાકીય વર્ષ 2024-25 (આકલન વર્ષ 2025-26) માટે ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે. આમ તો દર વર્ષે આ ડેડલાઈન 31 જુલાઈ હોય છે, પરંતુ આ વખતે સરકારે પહેલાં જ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. હવે જ્યારે આ તારીખ નજીક આવી રહી છે, ત્યારે ટેક્સપેયર્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા ફરી એકવાર ડેડલાઈન લંબાવવાની માંગ ઉઠી છે.