PAN card fraud: આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડી એટલી ઝડપથી વધી રહી છે કે ઘણીવાર લોકોને ખબર પણ નથી પડતી કે તેમની અંગત માહિતીનો ખોટો ઉપયોગ ક્યારે અને કેવી રીતે થઈ ગયો. આવો જ એક કિસ્સો તાજેતરમાં એક ટીવી અભિનેતા અભિનવ શુક્લા સાથે બન્યો, જ્યાં તેમના PAN કાર્ડનો ઉપયોગ કરીને કોઈએ તેમના નામે બોગસ લોન લઈ લીધી.

