PM Kisan Yojana: દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે તેમની રાહની આ ઘડી પૂરી થઈ ગઈ છે. કયા દિવસે ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થશે. આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, PM કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો 28 જુલાઈએ ટ્રાન્સફર કરવામાં આવશે. આનો લાભ કરોડો ખેડૂતોને મળશે. પીએમ મોદી રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક કાર્યક્રમ દ્વારા DBT દ્વારા 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. તમામ ખેડૂતોના ખાતામાં 2,000-2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લગભગ 3 લાખ ખેડૂતો હાજર રહેશે.

