PM Kisan Yojana: દેશના કરોડો ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સાંભળીને ખેડૂતોના ચહેરા ચમકી ઉઠશે. PM કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો 28 જુલાઈએ ટ્રાન્સફર કરવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના નાગૌરમાં એક કાર્યક્રમ દરમિયાન કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહેશે. દેશના લગભગ 9 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલી શકાય છે. આ યોજનાનો 13મો હપ્તો 27 ફેબ્રુઆરીએ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હવે 14મો હપ્તો ટૂંક સમયમાં આવી રહ્યો છે.