PF Balance Check: કેન્દ્ર સરકારે ગઈ કાલે 6 કરોડ રોજગારી મેળવનારા લોકોને મોટા સમાચાર આપ્યા છે. જો તમે પણ નોકરી કરો છો, તો હવેથી તમને PF પર 8 ટકાથી વધુ વ્યાજ મળશે. સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ યોજના (EPF) હેઠળ થાપણો પર 8.15 ટકાના દરે વ્યાજ ચૂકવવાનું નક્કી કર્યું છે. ઉપરાંત, ટૂંક સમયમાં જ નોકરીયાત લોકોના ખાતામાં પૈસા આવવાના છે, તેથી તે પહેલાં તમારે ખાતાનું બેલેન્સ તપાસવું જોઈએ. તમે તમારા પીએફ એકાઉન્ટ બેલેન્સને ઘણી રીતે ચેક કરી શકો છો. ચાલો તમને જણાવીએ કે તમે તમારું બેલેન્સ કેવી રીતે જાણી શકો છો.

