Get App

Post Office MIS: 5 લાખ જમા કરો અને દર મહિને 3083 રૂપિયા પાક્કા મેળવો, 5 વર્ષમાં મળશે 6.85 લાખ

પોસ્ટ ઓફિસ MISમાં 5 લાખ જમા કરાવો અને દર મહિને 3083 રૂપિયા મેળવો. 7.4 ટકા વ્યાજે 5 વર્ષમાં 1.85 લાખ વ્યાજ સહિત કુલ 6.85 લાખ મળશે, જાણો પૂરો હિસાબ.

MoneyControl Newsઅપડેટેડ Nov 25, 2026 પર 4:44 PM
Post Office MIS: 5 લાખ જમા કરો અને દર મહિને 3083 રૂપિયા પાક્કા મેળવો, 5 વર્ષમાં મળશે 6.85 લાખPost Office MIS: 5 લાખ જમા કરો અને દર મહિને 3083 રૂપિયા પાક્કા મેળવો, 5 વર્ષમાં મળશે 6.85 લાખ
MISની ખાસિયત એ છે કે વ્યાજ દર મહિને ચૂકવાય છે. જો તમે 5 લાખ રૂપિયા જમા કર્યા હોય તો 7.4 ટકા લેખે એક વર્ષનું વ્યાજ આશરે 37,000 રૂપિયા થાય છે.

Post Office MIS: તમારી પાસે 5 લાખ રૂપિયાની બચત પડી છે અને દર મહિને ઘરખર્ચ માટે નક્કી આવક જોઈએ છે? તો પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ એટલે કે MIS તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. આમાં એક વખત પૈસા જમા કરવાના, પછી દર મહિને વ્યાજ તમારા ખાતામાં આવતું રહે છે. શેર બજારની ઝંઝટ નહીં અને દર મહિને રોકાણ કરવાની માથાકૂટ પણ નહીં.

હાલ ઓક્ટોબરથી ડિસેમ્બર 2026ના ક્વાર્ટર માટે MIS પર 7.4 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ દરે 5 લાખ જમા કરો તો કેટલા પૈસા મળે, ચાલો પૂરો હિસાબ સમજીએ,,,

દર મહિને ખાતામાં આવશે 3083 રૂપિયા

MISની ખાસિયત એ છે કે વ્યાજ દર મહિને ચૂકવાય છે. જો તમે 5 લાખ રૂપિયા જમા કર્યા હોય તો 7.4 ટકા લેખે એક વર્ષનું વ્યાજ આશરે 37,000 રૂપિયા થાય છે. આ રકમને 12 મહિનામાં વહેંચીએ તો દર મહિને લગભગ 3083 રૂપિયા મળે છે. આ પેમેન્ટ સતત 5 વર્ષ સુધી ચાલુ રહેશે. તમારી મૂળ રકમ સલામત રહેશે અને ઉપરથી દર મહિને આવક પણ થશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો