Get App

પ્રોપર્ટી ગુરુ: રિડેવલપમેન્ટને વેગ કઈ રીતે આપી શકાય?

આગળ જાણકારી લઈશું ક્રેડાઈ-એમચીના સેક્રેટરી, ધવલ અજમેરા અને ક્રેડાઈ-એમચીના સીઈઓ, કેવલ વાલંભિયા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Aug 05, 2023 પર 9:34 PM
પ્રોપર્ટી ગુરુ: રિડેવલપમેન્ટને વેગ કઈ રીતે આપી શકાય?પ્રોપર્ટી ગુરુ: રિડેવલપમેન્ટને વેગ કઈ રીતે આપી શકાય?

ક્રેડાઈ-એમચીના સીઈઓ, કેવલ વાલંભિયાના મતે -

મહારાષ્ટ્ર સરકાર દ્વારા રિડેવલપમેન્ટ માટે GR બહાર પડાયું છે. મુંબઇની ઘણી ઇમારતોને રિડેવલપમેન્ટની તાતી જરૂર છે. બિલ્ડર સોસાયટી સાથે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરે ત્યારે સ્ટેમ્પડ્યુટી લાગે છે. સોસાયટીના સભ્યોને ઘર પાછા અપાય ત્યારે પણ સેલ પ્રાઇસ પર સ્ટેમ્પ ડ્યુટી લાગતી હતી. હવે સોસાયટીના સભ્યોને મળતા ઘર પર સ્ટેમ્પ ડ્યુટી 100 ના બેઝિક ભાવ પર થશે.

2006થી CREDAI MCHIએ સરકારને રજૂઆતો કરી હતી. CREDAI MCHIએ સ્ટેમ્ટ એકટ હેઠળ 100 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી માટે માંગણી કરી હતી. સરકારે રજૂઆતને સમજીને રિડેવલપમેન્ટની સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપી છે. રિડેવલપમેન્ટમાં સભ્યોને પાછા અપાતા ઘર પર 7 ટકા સ્ટેમ્પ ડ્યુટી લાગતી હતી. સ્ટેમ્પ ડ્યુટી પ્રોજેક્ટના વેચાણ માટેના ફ્લેટની કિંમત ગણાતી હતી.

હવે 100 રૂપિયા પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડશે. સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતથી પ્રોજેક્ટ કોસ્ટમાં ઘટાડો થશે. પ્રોજેક્ટ કોસ્ટમાં ઘટાડો થતા સોસાયટીને અન્ય લાભ મળી શકશે. આદિત્ય રાજ ડેવલપર્સેહાઇકાર્ટમાં દાવો કર્યો હતો. રિડેવલપમેન્ટમાં 2 વખત સ્ટેમ્પડ્યુટી અંગે હાઇકોર્ટમાં દાવો કરાયો હતો. હાઇકોર્ટે સેક્શન 4(1) મુજબ PAAA વખતે ફરી સ્ટેમ્પડ્યુટી નહી લગાડવાનો ચુકાજો આપ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો