RailOne app: શું તમે રેલવેની તમામ સેવાઓ એક જ એપમાં મેળવવા માંગો છો? ભારતીય રેલવેની નવી RailOne મોબાઇલ એપ હવે લોન્ચ થઈ ગઇ છે, જે રેલ યાત્રીઓ માટે વન-સ્ટોપ સોલ્યુશન છે. આ એપમાં તમે રિઝર્વ ટિકિટ, અનરિઝર્વ ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકો છો અને સાથે ઘણી બધી અદ્ભુત સુવિધાઓનો લાભ લઈ શકો છો. આ એપ IRCTC Rail Connect અને UTS એપની જગ્યા લે છે, એટલું જ નહીં, તેમાં એવી ઘણી ફીચર્સ છે જે આ બંને એપમાં ઉપલબ્ધ નથી.