સસ્તા વ્યાજ દરની અપેક્ષા રાખનારા લોકોને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસના નિવેદનથી આંચકો લાગી શકે છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે નાણાકીય નીતિના વલણમાં કોઈ ફેરફાર કરવો તે સમય પહેલા હશે. તેમણે કહ્યું કે સેન્ટ્રલ બેન્કે અત્યારે વ્યાજ દરોના મોરચે જોખમ લેવાનું વલણ ટાળવું પડશે.