Get App

જો તમારું બેંક ખાતું 10 વર્ષથી બંધ છે તો તમારા પૈસાનું શું થશે? જાણો RBIના લેટેસ્ટ નિયમો

Closed bank account rules 2026: શું તમે વર્ષોથી તમારું જૂનું બેંક ખાતું વાપર્યું નથી? 2 વર્ષ કે 10 વર્ષથી બંધ ખાતા વિશે RBIના લેટેસ્ટ 2026ના નિયમો જાણો. તમારા પૈસા કેવી રીતે પાછા મેળવવા તે સમજો.

MoneyControl Newsઅપડેટેડ Oct 05, 2026 પર 1:57 PM
જો તમારું બેંક ખાતું 10 વર્ષથી બંધ છે તો તમારા પૈસાનું શું થશે? જાણો RBIના લેટેસ્ટ નિયમોજો તમારું બેંક ખાતું 10 વર્ષથી બંધ છે તો તમારા પૈસાનું શું થશે? જાણો RBIના લેટેસ્ટ નિયમો
જો તમે તમારા સેવિંગ કે કરંટ એકાઉન્ટમાં 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ જ લેવડ-દેવડ (ટ્રાન્ઝેક્શન) નથી કરી, તો બેંક તે ખાતાને 'ઇનઓપરેટિવ' (Inoperative) એટલે કે નિષ્ક્રિય ખાતા તરીકે જાહેર કરી શકે છે.

Closed bank account rules 2026: આજના સમયમાં ઘણા લોકો પાસે એક કરતા વધારે બેંક એકાઉન્ટ હોય છે. નોકરી બદલતી વખતે, શહેર બદલતી વખતે કે પછી નવું એકાઉન્ટ ખોલાવ્યા પછી, જૂના ખાતાને આપણે ભૂલી જઈએ છીએ. ધીમે ધીમે વર્ષો વીતી જાય છે અને આપણને યાદ પણ નથી રહેતું કે તેમાં આપણા કેટલાક પૈસા જમા છે. જો તમારી સાથે પણ આવું બન્યું છે, તો તમારે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લેટેસ્ટ નિયમો મુજબ તમારા પૈસા એકદમ સુરક્ષિત છે. ચાલો જાણીએ આ અંગેના નિયમો શું કહે છે.

જો 2 વર્ષ સુધી ખાતું ન વાપરો તો શું થાય?

જો તમે તમારા સેવિંગ કે કરંટ એકાઉન્ટમાં 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ જ લેવડ-દેવડ (ટ્રાન્ઝેક્શન) નથી કરી, તો બેંક તે ખાતાને 'ઇનઓપરેટિવ' (Inoperative) એટલે કે નિષ્ક્રિય ખાતા તરીકે જાહેર કરી શકે છે. અહીં એ સમજવું ખૂબ જરૂરી છે કે, જો બેંક તમારા ખાતામાં વ્યાજ જમા કરે કે પછી કોઈ ચાર્જ કાપે, તો તેને ગ્રાહક દ્વારા કરવામાં આવેલું ટ્રાન્ઝેક્શન માનવામાં આવતું નથી. ખાતામાં માત્ર વ્યાજ આવવાથી તમારું ખાતું એક્ટિવ ગણાશે નહીં. જોકે, ખાતું ઇનઓપરેટિવ થવાનો અર્થ એ બિલકુલ નથી કે તમારા પૈસા ડૂબી ગયા. તમારા ખાતામાં પડેલા પૈસા તમારા જ રહે છે.

બંધ પડેલા બેંક ખાતાને ફરીથી ચાલુ કેવી રીતે કરવું?

જો તમારું જૂનું બેંક એકાઉન્ટ ઇનઓપરેટિવ થઈ ગયું છે, તો તમે તેને ફરીથી એક્ટિવ કરાવી શકો છો. આ માટે તમારે બેંકમાં જઈને તમારું KYC અપડેટ કરાવવું પડશે. RBIના નિયમો મુજબ, તમે બેંકની કોઈપણ શાખામાં જઈને KYC કરાવી શકો છો, એવું જરૂરી નથી કે જ્યાં ખાતું ખોલાવ્યું હોય ત્યાં જ જવું. આજકાલ ઘણી બેંકોમાં વિડીયો KYC (V-CIP) ની સુવિધા પણ ઉપલબ્ધ છે. એકવાર તમે જરૂરી ડોક્યુમેન્ટ આપી દો, ત્યાર બાદ બેંકે 3 વર્કિંગ દિવસ (કામકાજના દિવસો) ની અંદર તમારું ખાતું એક્ટિવ કરી આપવું પડે છે.

જો 10 વર્ષ સુધી પૈસા ન ઉપાડો તો શું થશે?

આ સૌથી મહત્વનો સવાલ છે. ઘણાને એવું લાગે છે કે જો 10 વર્ષ સુધી ખાતામાંથી પૈસા ન ઉપાડીએ તો બેંક તે પૈસા લઈ લે છે. પણ આ વાત તદ્દન ખોટી છે. જો કોઈ ખાતામાં 10 વર્ષ સુધી કોઈ જ ક્લેમ કરવામાં ન આવે એટલે કે પૈસા માટે કોઈ દાવો ન કરે, તો બેંક તે રકમને RBI ના 'ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ' ફંડમાં ટ્રાન્સફર કરી દે છે. આમ છતાં તમારા પૈસા સિક્યોર જ રહે છે. ખાતાધારક અથવા તો તેમના કાયદેસરના વારસદાર ગમે ત્યારે પોતાની બેંકનો સંપર્ક કરીને આ પૈસાનો ક્લેમ કરી શકે છે. યોગ્ય તપાસ બાદ બેંક તમને તમારા પૈસા પાછા આપી દેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો