RD Investment: રિકરિંગ ડિપોઝિટમાં, તમે દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરો છો અને તેના પર વ્યાજ મેળવો છો. રિકરિંગ ડિપોઝિટમાં નાણાંનું રોકાણ FD કરતાં વધુ સરળ છે. તે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ની જેમ કામ કરે છે. સામાન્ય રીતે, RD પર વ્યાજ દર પણ FDની જેમ હોય છે. ભારતીય રિઝર્વ બેન્ક સતત રેપો રેટમાં વધારો કરી રહી છે, ત્યારબાદ ઘણી બેન્કોએ 5-વર્ષના આરડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેન્ક બઝારના ડેટા અનુસાર, રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજ દર 7.6 ટકા છે.

