Get App

પગાર 1.8 લાખ, દર મહિને 80 હજારની SIP... છતાં પિતા ICUમાં દાખલ થયા ત્યારે રાત્રે ઉધાર પૈસા માંગવા પડ્યા! જાણો ઈમરજન્સી ફંડનું મહત્વ

Emergency fund: બેંગલુરુના એક યુવાનનો પગાર 1.8 લાખ રૂપિયા હોવા છતાં પિતાની મેડિકલ ઇમરજન્સી વખતે 2.5 લાખ માટે ફાંફા પડ્યા. જાણો માત્ર SIP કેમ પૂરતી નથી અને ઈમરજન્સી ફંડ કેમ જરૂરી છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2026 પર 1:27 PM
પગાર 1.8 લાખ, દર મહિને 80 હજારની SIP... છતાં પિતા ICUમાં દાખલ થયા ત્યારે રાત્રે ઉધાર પૈસા માંગવા પડ્યા! જાણો ઈમરજન્સી ફંડનું મહત્વપગાર 1.8 લાખ, દર મહિને 80 હજારની SIP... છતાં પિતા ICUમાં દાખલ થયા ત્યારે રાત્રે ઉધાર પૈસા માંગવા પડ્યા! જાણો ઈમરજન્સી ફંડનું મહત્વ
બેંગલુરુમાં રહેતા એક ટેક પ્રોફેશનલ યુવાનનો માસિક પગાર 1.8 લાખ રૂપિયા છે. તે દર મહિને 80 હજાર રૂપિયાની જંગી રકમ SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. સારી નોકરી અને નિયમિત રોકાણને કારણે તેને ખાતરી હતી કે તેની આર્થિક સ્થિતિ એકદમ મજબૂત છે અને કોઈ પણ મુશ્કેલીનો સામનો તે આસાનીથી કરી લેશે. પરંતુ, એક જ રાતમાં તેની આ વિચારસરણી બદલાઈ ગઈ.

Emergency fund: આપણામાંથી ઘણા લોકોને લાગે છે કે દર મહિને સારો પગાર આવતો હોય અને મ્યુચ્યુઅલ ફંડમાં SIP ચાલતી હોય એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત છે. "સલરીથી ઘર ચાલે છે અને SIPથી ભવિષ્ય બને છે" - આ વાત સાચી, પરંતુ જ્યારે અચાનક કોઈ મોટી મુસીબત કે મેડિકલ ઈમરજન્સી આવી પડે, ત્યારે કયો પૈસો કામ આવે છે? બેંગલુરુના એક ટેક પ્રોફેશનલ સાથે બનેલી ઘટના તમારી આંખો ખોલી નાખશે.

મોટો પગાર અને રોકાણનો ભ્રમ તૂટ્યો

બેંગલુરુમાં રહેતા એક ટેક પ્રોફેશનલ યુવાનનો માસિક પગાર 1.8 લાખ રૂપિયા છે. તે દર મહિને 80 હજાર રૂપિયાની જંગી રકમ SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. સારી નોકરી અને નિયમિત રોકાણને કારણે તેને ખાતરી હતી કે તેની આર્થિક સ્થિતિ એકદમ મજબૂત છે અને કોઈ પણ મુશ્કેલીનો સામનો તે આસાનીથી કરી લેશે. પરંતુ, એક જ રાતમાં તેની આ વિચારસરણી બદલાઈ ગઈ.

પિતાને ICUમાં દાખલ કરવા પડ્યા, હોસ્પિટલે માંગ્યા 2.5 લાખ

બન્યું એવું કે, યુવાનના પિતા અચાનક બેહોશ થઈને ઢળી પડ્યા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને ICUમાં દાખલ કરવા જણાવ્યું. હોસ્પિટલ વાળાએ સ્પષ્ટ કહી દીધું કે સારવાર શરૂ કરતા પહેલા અંદાજે 2.5 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. બસ, અહીંથી જ આ યુવાનની ખરી કસોટી શરૂ થઈ.

રોકાણ કરોડોનું, પણ હાથમાં રોકડા ન હતા!

યુવાન પાસે ઇન્વેસ્ટમેન્ટ તો ઘણું હતું, પણ હાથ પર પૂરતું કેશ ન હતું. તેનું મુખ્ય ક્રેડિટ કાર્ડ એક નવું લેપટોપ ખરીદવાને કારણે લગભગ પૂરેપૂરું વપરાઈ ગયું હતું. બીજી તરફ, તેના સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં માત્ર 32 હજાર રૂપિયા જ પડ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો