Get App

Demat અને Mutual Fund રોકાણકારોને મોટી રાહત! SEBI એ બદલ્યા KYCના 8 નિયમો, હવે ખાતું ખોલાવતી વખતે નહીં આપવા પડે વારંવાર ડોક્યુમેન્ટ્સ

SEBI KYC New Rules: જો તમે શેરબજારમાં રોકાણ કરો છો અને એકથી વધુ ડીમેટ કે મ્યુચ્યુઅલ ફંડ ખાતા ધરાવો છો, તો SEBI એ KYC ના 8 નિયમો બદલ્યા છે. 24 ડિસેમ્બરથી લાગુ થનારા આ નિયમો વિશે જાણો સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Nov 26, 2026 પર 12:13 PM
Demat અને Mutual Fund રોકાણકારોને મોટી રાહત! SEBI એ બદલ્યા KYCના 8 નિયમો, હવે ખાતું ખોલાવતી વખતે નહીં આપવા પડે વારંવાર ડોક્યુમેન્ટ્સDemat અને Mutual Fund રોકાણકારોને મોટી રાહત! SEBI એ બદલ્યા KYCના 8 નિયમો, હવે ખાતું ખોલાવતી વખતે નહીં આપવા પડે વારંવાર ડોક્યુમેન્ટ્સ
SEBIના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારોની કાગળિયાની ઝંઝટ ઓછી કરવાનો અને તેમના KYC રેકોર્ડને અલગ-અલગ નાણાકીય સંસ્થાઓ વચ્ચે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.

SEBI KYC New Rules: શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા કરોડો રોકાણકારો માટે એક ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. જો તમારી પાસે એકથી વધુ ડીમેટ ખાતા (Demat Accounts) છે અથવા તમે અલગ-અલગ કંપનીઓમાં રોકાણ કરવા માટે નવા ખાતા ખોલાવવા માંગો છો, તો હવે તમારે વારંવાર એકના એક ડોક્યુમેન્ટ્સ આપવાની અને મોબાઈલ નંબર વેરિફાઈ કરાવવાની જરૂર પડશે નહીં. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એ રોકાણકારો માટે KYC પ્રક્રિયાને એકદમ સરળ બનાવવા 8 મોટા ફેરફારો કર્યા છે.

SEBIના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારોની કાગળિયાની ઝંઝટ ઓછી કરવાનો અને તેમના KYC રેકોર્ડને અલગ-અલગ નાણાકીય સંસ્થાઓ વચ્ચે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. સેબીએ 25 નવેમ્બરના રોજ બહાર પાડેલા સર્ક્યુલરમાં આ ફેરફારોની જાહેરાત કરી છે અને આ નવા નિયમો આગામી 24 ડિસેમ્બરથી લાગુ થશે. ચાલો જાણીએ આ 8 મોટા ફેરફારોની સંપૂર્ણ વિગતો:

1. દર વખતે એકસરખા દસ્તાવેજો આપવાની ઝંઝટ ખતમ

અત્યાર સુધી અલગ-અલગ બ્રોકર કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પાસે ખાતું ખોલાવતી વખતે રોકાણકારોએ ઘણી બધી વિગતો ફરીથી આપવી પડતી હતી. હવે નવા નિયમ મુજબ, ખાતું ખોલાવવાની પ્રારંભિક પ્રક્રિયા પૂરી થયાના 3 કામકાજના દિવસોની અંદર સંબંધિત સંસ્થાએ રોકાણકારની જરૂરી KYC વિગતો અને એકાઉન્ટ ઓપનિંગ ફોર્મનો પહેલો ભાગ KYC રજિસ્ટ્રેશન એજન્સી (KRA) પાસે જમા કરાવવો પડશે. તેમાં રોકાણકારની આવક, વ્યવસાય, રાજકીય રીતે પ્રભાવશાળી વ્યક્તિ (PEP) હોવાની માહિતી અને FATCA/CRS ને લગતી વિગતો સામેલ હશે. આ ઉપરાંત CKYC ઓળખ નંબર, ઉપલબ્ધ હોય તો DIGIPIN અને ઓળખપત્રની વેલિડિટી પૂરી થવાની તારીખ પણ નોંધવી પડશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો