Silver Price Today: ચાંદીના ભાવમાં વધારો અટકવાનું નામ નથી લેતો. મંગળવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર જુલાઈમાં સમાપ્ત થતો ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ પ્રતિ કિલોગ્રામ ₹1,09,000ને વટાવી ગયો. ઓગસ્ટ ફ્યુચર્સ ₹1,09,250 પર પહોંચી ગયા અને સપ્ટેમ્બર ફ્યુચર્સ ₹1,10,420 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા. એટલે કે, ચાંદી અત્યાર સુધીના તેના સૌથી ઊંચા ભાવને સ્પર્શી ગઈ છે.