Get App

સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર: દીકરી માટે બનાવો 71 લાખથી વધુનું ફંડ, જાણો લેટેસ્ટ વ્યાજ દર અને નવા નિયમો

Sukanya Samriddhi Scheme details: સુકન્યા સમૃદ્ધિ યોજનામાં (SSY) અત્યારે સૌથી વધુ 8.2% લેટેસ્ટ વ્યાજ મળી રહ્યું છે. દર વર્ષે 1.5 લાખ જમા કરીને 21 વર્ષે લગભગ 72 લાખનું ટેક્સ ફ્રી ફંડ કેવી રીતે બનાવવું તે જાણો.

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2026 પર 1:12 PM
સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર: દીકરી માટે બનાવો 71 લાખથી વધુનું ફંડ, જાણો લેટેસ્ટ વ્યાજ દર અને નવા નિયમોસુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર: દીકરી માટે બનાવો 71 લાખથી વધુનું ફંડ, જાણો લેટેસ્ટ વ્યાજ દર અને નવા નિયમો
જો તમે દીકરીના જન્મ પછી તરત જ આ સ્કીમમાં રોકાણ શરૂ કરી દો છો, તો 21 વર્ષ પછી તમને જંગી રકમ પાછી મળે છે. આવો સમજીએ આ યોજનાના લેટેસ્ટ નિયમો અને રોકાણનું પૂરું કેલ્ક્યુલેશન.

Sukanya Samriddhi Scheme details: શું તમે પણ તમારી દીકરીના સુરક્ષિત ભવિષ્ય, ઉચ્ચ શિક્ષણ અને લગ્નના ખર્ચ માટે ચિંતિત છો? તો સરકારની ‘સુકન્યા સમૃદ્ધિ યોજના' (SSY) તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. દીકરીઓ માટે ચાલતી આ એક સરકારી ગેરંટી વાળી સ્કીમ છે, જેમાં અત્યારે અન્ય તમામ સ્મોલ સેવિંગ સ્કીમ્સ કરતા સૌથી વધુ 8.2% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.

જો તમે દીકરીના જન્મ પછી તરત જ આ સ્કીમમાં રોકાણ શરૂ કરી દો છો, તો 21 વર્ષ પછી તમને જંગી રકમ પાછી મળે છે. આવો સમજીએ આ યોજનાના લેટેસ્ટ નિયમો અને રોકાણનું પૂરું કેલ્ક્યુલેશન.

સુકન્યા સમૃદ્ધિ યોજનાના લેટેસ્ટ નિયમો

દીકરીના જન્મથી લઈને તે 10 વર્ષની થાય ત્યાં સુધી પોસ્ટ ઓફિસ કે બેંકમાં આ ખાતું ખોલાવી શકાય છે. કોઈપણ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. આ યોજનામાં ખાતું ખોલાવ્યાની તારીખથી સળંગ 15 વર્ષ સુધી પૈસા જમા કરાવવાના હોય છે. આ સ્કીમ 21 વર્ષે મેચ્યોર થાય છે. એટલે કે 15 વર્ષ પછીના 6 વર્ષ સુધી તમારે કોઈ પૈસા નથી ભરવાના, છતાં પણ તમારા જમા થયેલા ફંડ પર 8.2%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ મળતું રહેશે.

મેક્સિમમ 1.5 લાખના રોકાણ પર કેટલું ફંડ બનશે?

જો તમે તમારી દીકરીના નામે દર મહિને 12,500 રૂપિયા એટલે કે વર્ષે મેક્સિમમ 1.5 લાખ રૂપિયા જમા કરો છો, તો 8.2%ના લેટેસ્ટ વ્યાજ દર પ્રમાણે ગણતરી કંઈક આવી થશે:

* દર વર્ષે રોકાણ: 1.5 લાખ રૂપિયા

બધા સમાચાર

+ વધુુ વાંચો