ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ATM માંથી પૈસા ઉપાડવા અંગે બેંકોને મોટો આદેશ જારી કર્યો છે. તમને જણાવી દઈએ કે વ્યવહારોને સરળ બનાવવા માટે, RBI એ બધી બેંકો અને વ્હાઇટ લેબલ ATM ઓપરેટરોને ઓછામાં ઓછી એક કેસેટમાંથી ₹100 અથવા ₹200 ની નોટો ઉપાડવાનો નિર્દેશ આપ્યો છે. સામાન્ય રીતે એક ATM માં ચાર કેસેટ હોય છે. RBI ના માસિક બુલેટિન મુજબ, બેંક પાસે 31 માર્ચ સુધીમાં 2.20 લાખ ATM હતા, જ્યારે વ્હાઇટ લેવલ ATM ની સંખ્યા 36 હજાર છે.