સરકાર દેશની અડધી વસ્તી એટલે કે મહિલાઓને વધુ સારી નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે સતત કામ કરી રહી છે. સમય સમય પર, સરકાર મહિલાઓની જરૂરિયાતો અનુસાર સેવિંગ યોજનાઓ રજૂ કરી રહી છે. ગયા વર્ષે પણ, બજેટમાં, સરકારે એક ઉત્તમ સેવિંગ યોજના, 'મહિલા સન્માન સેવિંગ યોજના' લઈને આવી હતી. તે ખાસ કરીને મહિલાઓ અને દિકરીઓને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી હતી. આ સેવિંગ યોજના 2 વર્ષના લોક-ઇન પર બેન્ક FD કરતા વધુ રિટર્ન આપી રહી છે. મહિલા સન્માન સેવિંગ યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે.