8th Pay Commission: 8મા પગાર પંચના આ નિયમથી 69 લાખ પેન્શનરોના જીવ તાળવે ચોંટ્યા, PM મોદી પાસે કરાઈ આ મોટી માંગ | Moneycontrol Gujarati
Get App

8th Pay Commission: 8મા પગાર પંચના આ નિયમથી 69 લાખ પેન્શનરોના જીવ તાળવે ચોંટ્યા, PM મોદી પાસે કરાઈ આ મોટી માંગ

8th Pay Commission: 8મા પગાર પંચના નિયમોમાં પેન્શન રિવિઝનને લઈને મોટો છબરડો. 69 લાખ પેન્શનરો ચિંતામાં મુકાયા. REWA એ PM મોદીને પત્ર લખીને ToR માં તાત્કાલિક સુધારાની માંગ કરી. જાણો શું છે સમગ્ર મામલો.

અપડેટેડ 10:29:43 AM Sep 10, 2026 પર
Story continues below Advertisement
પેન્શનર એસોસિએશનએ વડાપ્રધાન મોદી સમક્ષ મુખ્ય 2 માંગણીઓ મૂકી છે

8th Pay Commission Pension Revision: 8મા પગાર પંચને લઈને હાલમાં સરકાર અને કર્મચારી સંગઠનો વચ્ચે જોરશોરથી બેઠકો ચાલી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે દેશના આશરે 69 લાખ જેટલા પેન્શનરો અને ફેમિલી પેન્શનરોના જીવ તાળવે ચોંટી ગયા છે. તેમના મનમાં એક જ સવાલ ઘૂમરાઈ રહ્યો છે કે, શું નવું પગાર પંચ તેમના પેન્શનમાં વધારો કરશે કે નહીં?

પેન્શનરોની આ મૂંઝવણ અને ડરને દૂર કરવા માટે રિટાયર્ડ એમ્પ્લોઈઝ વેલ્ફેર એસોસિએશન એ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મોટી માંગ કરી છે. આવો સરળ ભાષામાં સમજીએ કે આખો વિવાદ શું છે અને પેન્શનરો શા માટે ટેન્શનમાં છે.

આ નિયમમાં છે મોટી ખામી, જેનાથી વધ્યું ટેન્શન

REWAના જણાવ્યા અનુસાર, પેન્શનરોમાં ઉભી થયેલી આ ગેરસમજનું મુખ્ય કારણ 8મા પગાર પંચના Terms of Reference (ToR) નો પોઈન્ટ 2(e) છે. આ નિયમમાં ડેથ-કમ-રિટાયરમેન્ટ ગ્રેચ્યુઈટી (DCRG), NPS, UPS અને પેન્શન માળખાની સમીક્ષા કરવાની વાત તો લખી છે, પરંતુ તે માત્ર વર્તમાન 'કર્મચારીઓ' ને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે.

સૌથી મોટી ચિંતા એ છે કે આ નિયમોમાં 1 જાન્યુઆરી 2026 પહેલા નિવૃત્ત થઈ ચૂકેલા પેન્શનરો અને ફેમિલી પેન્શનરોનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ જ કારણથી લાખો પેન્શનરો ડરી રહ્યા છે કે ક્યાંક પંચની ભલામણો માત્ર નોકરી કરતા કર્મચારીઓ પૂરતી જ સીમિત ના રહી જાય.


જૂના પગાર પંચ કરતા આ પંચ કેવી રીતે અલગ છે?

REWA એ પીએમ મોદીને લખેલા પત્રમાં જૂના આંકડાઓનો હવાલો આપતા જણાવ્યું છે કે, અગાઉના 5મા, 6ઠા અને 7મા પગાર પંચના નિયમોમાં જૂના પેન્શનરોના પેન્શન રિવિઝન અને 'પેન્શનર' તથા 'ફેમિલી પેન્શનર' જેવા શબ્દોનો એકદમ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવતો હતો. જ્યારે આ વખતે નિયમો ગોળગોળ છે. આ અંગે નાણામંત્રી પાસે પણ સ્પષ્ટતા માંગવામાં આવી હતી, પરંતુ સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી.

એક તરફ બેઠકોનો દોર ચાલુ

તમને જણાવી દઈએ કે, 8મું પગાર પંચ હાલ અલગ-અલગ રાજ્યોમાં જઈને મંથન કરી રહ્યું છે. 7 અને 8 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈમાં મહત્વની બેઠકો થઈ હતી. જ્યારે 10 સપ્ટેમ્બરે પુડુચેરીમાં કર્મચારી યુનિયનો સાથે પગાર અને ભથ્થા માળખા પર ચર્ચા કરવામાં આવી રહી છે. છતાં પેન્શનરોનું ચિત્ર હજુ ધૂંધળું છે.

સરકાર પાસે REWA ની 2 મુખ્ય માંગણીઓ:

પેન્શનર એસોસિએશનએ વડાપ્રધાન મોદી સમક્ષ મુખ્ય 2 માંગણીઓ મૂકી છે:

1) નિયમોમાં સત્તાવાર સુધારો થાય: 8મા પગાર પંચના ToR માં તાત્કાલિક સુધારો કરીને એવું સ્પષ્ટ લખવામાં આવે કે, પંચ 1 જાન્યુઆરી 2026 પહેલા રિટાયર થયેલા તમામ પેન્શનરો અને ફેમિલી પેન્શનરોના પેન્શન વધારાની પણ ભલામણ કરશે.

2) પ્રેસ નોટ બહાર પાડવામાં આવે: જ્યાં સુધી નિયમોમાં કોઈ કાયદેસરનો ફેરફાર ન થાય, ત્યાં સુધી કેન્દ્ર સરકારે એક વચગાળાની પ્રેસ નોટ કે નિવેદન બહાર પાડવું જોઈએ, જેથી સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અટકે અને લાખો પેન્શનરોનું ટેન્શન દૂર થાય.

હવે જોવાનું એ રહે છે કે સરકાર અને 8મું પગાર પંચ પેન્શનરોની આ વ્યાજબી માંગને કેટલી જલ્દી સાંભળે છે અને તેમની ચિંતા દૂર કરે છે.

આ પણ વાંચો - Gold Return: સરકારી ગોલ્ડ સ્કીમે રોકાણકારોને કર્યા માલામાલ, 1 લાખનું રોકાણ બની ગયું 3.33 લાખ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 10, 2026 10:29 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.