Tomato Price Hike: દેશભરમાં ટામેટાંના ભાવને લઈને હોબાળો મચી ગયો છે. ટામેટાના ભાવ આસમાને છે. સામાન્ય રીતે જ્યારે પણ શાકભાજીના ભાવ વધે છે ત્યારે ખેડૂતોને તેનો બહુ ઓછો લાભ મળે છે. પરંતુ ટામેટાંના વધતા ભાવે મહારાષ્ટ્રના એક ખેડૂતનું નસીબ બદલી નાખ્યું. પુણેના નારાયણગંજમાં રહેતા ખેડૂત તુકારામ ભગોજીએ એક મહિનામાં ટામેટાંના વેચાણથી કરોડો રૂપિયાની કમાણી કરી હતી. તુકારામે એક મહિનામાં 13000 ક્રેટ ટામેટાંનું વેચાણ કરીને 1.5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. તેમની પાસે કુલ 18 એકર ખેતી છે. જેમાં તુકારામનો પરિવાર 12 એકર જમીનમાં ટામેટાં ઉગાડે છે.