હવે તમે એટીએમમાંથી પણ તમારા પીએફના પૈસા ઉપાડી શકશો. સરકાર પ્રોવિડન્ટ ફંડ સંબંધિત સિસ્ટમમાં મોટા પાયે ફેરફારની તૈયારી કરી રહી છે. તેમાં શું ફેરફારો કરવામાં આવશે તે જણાવતા સીએનબીસી-બજારના લક્ષ્મણ રોયે કહ્યું કે EPFOમાં કરવામાં આવી રહેલા સુધારાના આગામી તબક્કામાં ઘણી વિશેષતાઓ હશે. હવે તમે ATMમાંથી PF (પ્રોવાઇડેડ ફંડ) ના પૈસા ઉપાડી શકશો. તમને PF માટે અલગ એટીએમ કાર્ડ મળશે. આ યોજના મે-જૂન 2025 સુધીમાં લાગુ થઈ શકે છે.

